દેશ-વિદેશ
News of Saturday, 8th June 2019

જાણો સ્વાસ્થ્ય ને સારૂ બનાવવાની અસરકારક ટીપ્સ

. પેટમાં થતા દુઃખાવાને રોકવા માટે એક ગ્લાસ પાણીમાં અડધું લીંબુ નીચોવીને તેમાં ચપટી મીઠું, ચપટી પીસેલું જીરું અને ચપટી પીસેલું અજમા નાખીને પીવાથી પેટનો દુઃખાવો દુર થાય છે.

. મધ અને લીંબુના રસથી શરદી અને તાવમાં રાહત મળે છે. લગભગ એક ચમચી લીંબુના રસમાં બે ચમચી મધ મેળવીને એક ગ્લાસ હુંફાળા પાણીમાં નાખીને કે ગરમ દૂધમાં મેળવીને પીવું. આને પીવાથી  તમારૂ સ્વાસ્થ્ય ઠીક બની રહેશે.

. તુલસીના પાનનો રસ, આદુનો રસ અને મધ ને બરાબર માત્રામાં મેળવીને ૧-૧ માત્રામાં દિવસમાં ૩ થી ૪ વાર પીવાથી શરદી, તાવ દુર થાય છે.

. રોજ સવારે અને સાંજે ભોજન કર્યા બાદ થોડી માત્રામાં વરિયાળી ખાવાથી લોહિ સાફ થાય છે. આનાથી ત્વચાનો રંગ પણ ગોરો થાય છે.

. જમરૂખમાં ઘણા બધા પોષક તત્વો મળી આવે છે. આના નિયમિત સેવનથી કબજીયાત જેવી સમસ્યા દુર થાય છે. આના સિવાય પેટના ખરાબ કીડાઓ પણ દુર થાય છે.

. હળદર અને મીઠાને સરસવના તેલમાં મેળવો. આને પ્રતિદિન ૨ થી ૪ વાર દાંતો પર ઘસવાથી દાંતના કીડાઓ દુર થશે.

. ટામેટાના સેવનથી દાંતો અને હાડકાની કમજોરીઓ દુર થાય છે.

(11:48 am IST)