દેશ-વિદેશ
News of Saturday, 8th June 2019

સૂર્યના કિરણોથી ખરાબ થતા વાળને બચાવવાના ઉપાયો

સૂર્યના કિરણોમાં રહેલ પદાર્થો ત્વચા અને વાળને નુકશાન કરે છે. જેનાથી ગંભીર સમસ્યા પેદા થાય છે અને તેને ઠીક કરવી મુશ્કેલ છે. સૂર્યના અલ્ટ્રા વાયોલેટ કિરણોને કારણે વાળ ફાટે છે અને વાળની ચમક પણ દુર થાય છે. સૂર્યના કિરણોથી ખરાબ થતા વાળને સારા કરવા મુશ્કેલ તો છે, પણ અસંભવ નથી. ઘરેલું કેટલાક નુસખાઓથી તમે તમારા વાળને ગરમીમાં પણ સ્વસ્થ, ચમકદાક અને આકર્ષક બનાવી શકો છો.

 લીંબુનો રસ અને એલોવેરાના રસને તમારા વાળ પર લગાઓ, ૧૫ મિનિટ સુધી રાખો ત્યારબાદ વાળને ધોઈ નાખો.

 સૂર્યના પ્રકાશથી ખરાબ થયેલા વાળ માટે પાકેલા કેળામાં થોડું મધ નાખો અને વાળમાં લગાઓ, અડધી કલાક પછી માંથુ ધોઈ નાખો.

 શેમ્પૂ લગાવ્યા બાદ વાળને બીયરથી ધોવો, જેનાથી વાળમાં ચમક આવે અને સુંદર બને છે.

 દહીંના ઉપયોગથી સૂર્યના કિરણોથી ખરાબ થયેલા વાળને સારા કરી શકાઈ છે. દહીંને માથામાં ૨૦ મિનિટ સુધી રાખો ત્યારબાદ તેને ઠંડા પાણીથી સાફ કરવા.

 ૧૦ થી ૧૨ લીમડાના પત્તાને નારિયેળ તેલમાં ઉકાળો અને તેને ઠંડુ થવા દો. આ તેલને માથું તથા વાળ પર લગાઓ અને થોડા સમય સુધી આ તેલને વાળ પર રહેવા દો, ત્યારબાદ વાળને ધોઈ નાખો.

(11:47 am IST)