દેશ-વિદેશ
News of Friday, 8th June 2018

તડકામા ફરવાની જોબ હોય તો સ્કિન - કેન્સરનું રિસ્ક વધે

બર્લિન તા.૮: ઓફિસમાં બેસી રહેવાથી  બેઠાડુ જિંદગી બની જાય છે. અને એસિડીટી, કોલેસ્ટરોલ, હાર્ટ-ડિસીઝ  જેવા રોગોનું રિસ્ક વધે છે. જો કે તમારે બહુ બહાર ફરવાનુ થતુ હોય તો એ જોબ પણ અલગ પ્રકારનું જોખમ ઉભુ કરે છે. જર્મનીની યુનિવર્સિટી ઓફ મ્યુનિકના નિષ્ણાંતોનુંં કહેવુ છે કે દિવસમાં સાત કલાક તડકામાં ફરવાનુ થતુ હોય તો ત્વચાનું કેન્સર થવાની સંભાવના વધી જાય છે. સુર્યના કિરણોમાંથી ત્વચા પર પડતા અલ્ટ્રા-વાયલેટ રેડિએશનને કારણે નોન-મેલેેનોમાં પ્રકારનું સ્કિન - કેન્સર થાય છે. યુરોપિયન એકેડમી ઓફ ડર્મેટોલોજી ની જર્નલમા છપાયેોા અભ્યાસ મુજબ આઉટડોર જોબ ધરાવતા લોકોમાં સ્કિન-કેન્સર થવાની સંભાવના ૩૯ ટકા વધુ હોય છે. મોટા ભાગે પર્વતીય વિસ્તારોમાં કામ કરતા ગાઇડસ-ટેકસી ડ્રાઇવર્સ, ખેડુતો, આખો દિવસ ખુલ્લી શોપમાં વેચાણ કરતા લોકોમાં આ જોખમ સૌથી વધુ જોવા મળ્યુ છે.

(3:50 pm IST)