દેશ-વિદેશ
News of Friday, 8th June 2018

બોય્ઝ, લાંબો સમય સ્ટ્રેસમાં રહેશોતો સ્પર્મ-કવોલિટી નબળી પડશે

તેલ અવીવ, તા.૮: જયારે પણ શરીરમાં સ્ટ્રેસની માત્રમાં વધારો થાય છે ત્યારે કોર્ટિસોલ નામનો હોર્મોન પેદા થાય છે. ઇઝરાયલની સોરોકા યુનિવર્સિટીએ અન્ય બે યુનિવર્સિટીના નિષ્ણાતો સાથે મળીને કરેલા અભ્યાસમાં તારવ્યું છે કે આ સ્ટ્રેસ-હોર્મોન લાંબો સમય સુધી શરીરમાં વધેલું રહે તો એની પુરુષોની ફર્ટિલિટી પર સીધી અસર થાય છે. માનસિક તણાવની અસર હોર્મોન્સ પર પડે છે અને અને કારણે સ્પર્મની કવોલિટી નબળી પડી શકે છે. જયારે પણ યુદ્ધ અથવાતો કરોકઠી જેવી પરિસ્થિતિ લાંબો સમય ચાલે છે ત્યારે આ અસર વધુ ગહેરી હોય છે. અભ્યાસમાં ૨૦૦૯થી ૨૦૧૭ દરમ્યાન રિલેકસ્ડ પરિસ્થિતિમાં હોય એવા ૧૦,૫૩૬ પુરુષો અને લાંબા ગાળાથી સ્ટ્ેસમાં હોય એવા ૬૫૯ પુરુષોના વીર્યનું સેમ્પલ તપાસવામાં આવ્યું હતું. ખાસ કરીને ઇઝરાયલ અને ગાઝા પટ્ટી પાસે લાંબા સમય સુધી યુદ્ધ જેવી સ્થિતિમાં રહ્યા પછી જે પુરુષોનાં સેમ્પલ લેવાયેલાં તેમના સ્પર્મની મોટિલિટી એટલે કે ગતિ ઓછી હોવાનું નોંધાયું હતું. એને કારણે સ્પર્મ-કાઉન્ટ પૂરતો હોવા છતાં ફર્ટિલિટી ઘટે છે.

(3:38 pm IST)