દેશ-વિદેશ
News of Friday, 8th June 2018

આ ભાઇ ૮૦ વર્ષના નહીં, ૧૮ વર્ષના છે.

બીથુગથ, તા.૮: ચીનના હાર્બિન શહેરની એક હાઇ સ્કૂલમાં ભણતા શિઓ કુઇ નામના વિદ્યાથર્છને જુઓ તો તેની ઉંમર લગભગ ૮૦ વર્ષની લાગે. પહેલી નજરે એવું જ ધારી લેવાનું મન થાય કે આ કોઇ સિનિયર સિટીઝન છે જે હવે ઘડપણમાં ભણવાનો શોખ પૂરો કરી રહ્યા છે. જોકે હકીકત કંઇક જુદી જ છે. શિઓ કુઇ હજી માત્ર ૧૮ વર્ષનો છે. તેને રેર બીમારી છે જેને કારણે તેના ચહેરાના મસલ્સ અને ત્વાચા મુરઝાઇ ગયાં છે. શિઓની ત્વાચામાં ગરબડ થવાની શરૂઆત છેલ્લાં ચાર-પાંચ વર્ષમાં જ થઇ ગઇ છે. ડોકટરો પણ હજી સુધી તેને કયા રોગને કારણે આવું થયું છે એ શોધી નથી શકયા. તેના પર દવાઓના પ્રયોગ ચાલે છે જેથી ત્વાચાની આ સ્થિતિ વધુ વણસતી અટકે. હવે ફરીથી તેની ત્વચા કદી યુવાન થાય એવી સંભાવના લગભગ શુન્ય છે. આ પહેલાં ચીનમાં બીજા બે લોકોને કયુટિસ લેકસા નામની રેર બીમારી હતી જેને કારણે તેઓ તેમની રિયલ ઉંમર કરતાં લગભગ પાંચ દાયકા વધુ મોટા દેખાતા હતા.

(3:37 pm IST)