દેશ-વિદેશ
News of Friday, 8th June 2018

વિશ્વશાંતી માટે અંગારની વચ્ચે બેસીને મહાતપ કર્યુ આ શાંતિબાબાએ

લખનૌ તા.૮: ઉતરપ્રદેશના સહારનપુરથી ૪૨ કિલોમીટર દુર મિર્ઝાપુર ગામમાં શાંતિદાસ નામના બાબાએ વિશ્વશાંતિ માટે થઇને મહાતપ કર્યુ હતુ. બાબાએ છ દિશામાં રેતીના ઢગલા પર છાણાનો મોટો  ઢગલો કરીને સળગાવ્યો હતો. અને તેની વચ્ચે ધ્યાન કરવા બેસી ગયા હતા. આજુબાજુના ગામના લોકો ભીષણ ગરમીમાં ચોમેર છાણા સળગાવીને એની વચ્ચે તપ કરતા આ બાબાના દર્શન માટે ઉમટી પડ્યા હતા. લોકો આ બાબાને છુહારેવાલે બાબાના હુલામણા નામે બોલાવે છે. બાબાને ૪૧ દિવસ સુધી કંઇ જ ખાધા વીના માત્ર પાણી પર ઉપવાસ કરવાની સાથે ગરમીમાં તપ કર્યુ હતુ. બે દિવસ પહેલા જ તેમનું તપ પુરું થયુ હતુ. લોકોનું માનવુ છે કે બાબાની આવી અનોખી સાધનાને કારણે હવે પુરા વિસ્તારમાં શાંતી અને સમૃદ્ધી આવશે.

(3:35 pm IST)