દેશ-વિદેશ
News of Friday, 8th June 2018

દિવસમાં કેટલી વખત યુરિન કરવા જઇએ તો નોર્મલ કહેવાય?

પેશાબ કરવાની આદત આપે છે બિમારીના સંકેત

નવી દિલ્હી તા. ૮ : તમે દિવસમાં કેટલીવાર પેશાબ કરો છો તેનાથી તમારા સ્વાસ્થ્ય વિશે જાણી શકાય છે. વાંચવામાં આમ તો થોડું વિચિત્ર લાગશે પરંતુ તમારા યુરિન કરવાની આદત તમે નોર્મલ છો કે બિમાર તેના સંકેત આપે છે.

લોકો પોતાના શરીરને વધારે સારી રીતે સમજી શકે તે માટે એસ્ટ્રેલિયાના ડો. ઈવલિન લુઈને જણાવ્યું કે વ્યકિતએ દિવસમાં કેટલી વાર બાથરૂમ માટે જવું જોઈએ અને એવી કેટલી ચિંતાજનક બાબતો છે જેના વિશે તમારે જાણતા હોવું જોઈએ.આ મામલે ડોકટર ઈવલિને એક પુખ્ય વયના વ્યકિતની યુરિન જવાની સામાન્ય આદતો સમજાવી. તેઓ કહે છે કે, દિવસની શરૂઆત પેશાબ કરીને બ્લેડરને ખાલી કરવાથી કરવી જોઈએ. આ બાદ દિવસમાં ૪થી ૧૦ વાર યુરિન માટે જવું જોઈએ. તેઓ ઉમેરે છે, એવરેજ રીતે વ્યકિતને ૨૪ કલાકમાં ૬થી ૭ વખત યુરિન માટે જાય છે, પરંતુ જુદા જુદા લોકોમાં આ આંકડો અલગ હોય છે.

આ મામલે તમારી ઉંમર, તમે પ્રેગ્નેટ છો કે નહીં, કેવા પ્રકારનું પ્રવાહી પીવો છો, મેડિકેશન અને મેડિકલ કન્ડીશન પણ અસર કરે છે. તમે કેટલીવાર યુરિન માટે જાઓ છો તેનાથી તમારું બ્લેડર નબળું છે કે નહીં તે પણ જાણ થાય છે. તેઓ કહે છે કે, જો તમને પેશાબ લાગે અને તરત જ જવું પડે, તો તમે યુરિનને બ્લેડરમાં રોકી રાખતા લોકોની સરખામણીમાં વધારે વખત પેશાબ માટે જાઓ છો. આવા કિસ્સામાં તમે યુરિનને રોકીને બ્લેડરને ટ્રેઈન કરી શકો છો. આ માટે તમે ૫ મિનિટ સુધી પેશાબ રોકવાથી શરૂઆત કરી શકો છો.

તમે જેટલી વાર પેશાન કરવા જાઓ છો તે હેલ્થ પ્રોબ્લેમનો ઈશારો કરો છે. જો તમે વારંવાર પેશાબ માટે જવું પડતું હોય અને તરસ પણ વધારે લાગે તો ડાયાબિટિસ હોઈ શકે છે.

જો તમને વારંવાર જવું પેશાબમાં થોડું યુરિન આવે સાથે જ પેશાબમાં બળતરા થાય તો મતલબ છે કે તમને યુરિનરી ટ્રેકટ ઈન્ફેકશન છે. આવા કિસ્સામાં જો પેશાબમાં લોહી પડતું હોય તો તમને તરત ડોકટરની મદદની જરૂર છે.(૨૧.૪)

(11:40 am IST)