દેશ-વિદેશ
News of Friday, 8th June 2018

હાથ-પગ ધ્રુજવાનું કારણ જાણો છો?

અયોગ્ય ખાણી-પીણીના કારણે આજકાલ કેટલાય લોકોમાં અનેક બીમારીઓ જોવા મળી રહી છે. બધી બીમારીના કંઈક શરૂઆતી લક્ષણ હોય છે, જેને આપણે ઇગ્નોર કરીએ છીએ. જેમકે હાથ-પગ ધ્રુજવા. ઘણા લોકોનું કહેવુ છે કે હાથ-પગ ધ્રુજવાનું કારણ નબળાઈ છે પરંતુ, એવુ જરૂરી નથી. હાથ-પગ ધ્રુજવાના અન્ય કારણો પણ હોઈ શકે છે.

ડાયાબીટીસના કારણે પણ કેટલીય વાર હાથ ધ્રુજવા લાગે છે. જ્યારે શરીરમાં શુગર ઓછી થવા લાગે તો સ્ટ્રેસ વધી જાય છે. જેના કારણે હાથ ધ્રુજવા લાગે છે.

બ્લડ પ્રેશર સામાન્ય થતા પણ હાથ ધ્રુજવા લાગે છે. જો સતત તમને બ્લડ પ્રેશરની સમસ્યા થાય છે તો નિદાન કરાવવુ.

શરીરમાં રહેલ કોર્ટિસોલ હોર્મોન વધતા તનાવ વધી જાય છે, જેના કારણે હાથ ધ્રુજવા, ચિડીયાપણુ, વાતો ભૂલી જવી, વગેરે સમસ્યાનો સામનો કરવો પડે છે.

(9:22 am IST)