દેશ-વિદેશ
News of Friday, 8th June 2018

જંક ફૂડ સમસ્યાઓનો રાફડો

આજકાલ બધા લોકો ફાસ્ટ ફૂડ વધુ પસંદ કરે છે. બર્ગર અને પીઝા બધા લોકો ખાતા હોય છે, તમે પણ ખાવ પરંતુ વધારે ન ખાવુ જોઈએ. કારણ કે આ પ્રકારના ફાસ્ટ ફુડનું વધારે સેવન કરવાથી તમે ભયંકર રસાયણોની લપેટમાં આવી શકો છો. જેને થેલેટ્સ કહેવામાં આવે છે. થેલેટ્સનો ઉપયોગ ખાવાની વસ્તુઓમાં  પેકિંગ કરવા માટે થાય છે. એક સંશોધનથી એવુ જાણવા મળેલ છે કે, ફાસ્ટ ફુડના વપરાશ માટે કરવામાં આવતા ડેરી તેમજ ખાદ્ય ઉત્પાદક અને ઉત્પાદન માટે પેકેજીંગમાં થેલેટ્સ નામના ઓદ્યોગીક રસાયણનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તેથી જે વ્યકિત વધારે ફાસ્ટ ફૂડ ખાય છે. તેના યુરીનમાં થેલેટ્સનો સ્તર ૨૪થી ૪૦ ટકા જેટલો વધારે જોવા મળતો હોય છે. અમેરીકાના જોર્જ વોશિંગ્ટન યુનિવર્સીટીના આસિસ્ટન્ટ પ્રોફેસર અને પ્રમુખ શોધક અભી જોટાએ કહ્યું છે કે થેલેટ્સના કારણે બાળકોમાં અને યુવાનોમાં કેટલાય પ્રકારની શારીરિક સમસ્યાઓ ઉભી થતી હોય છે.

(9:22 am IST)