દેશ-વિદેશ
News of Friday, 8th June 2018

તમે જીમ જાવ છો? તો આ ખાદ્ય પદાર્થોથી રહેજો દૂર

જો તમે જીમ જઈને પરસેવો પાડો છો તો આ ખાદ્ય પદાર્થો ન ખાવા જોઈએ. નહીંતર તમારા શરીર ઉપર ઉંધી અસર પડશે.

જીમ સંચાલક સૌરભ ગુપ્તાએ જણાવ્યું કે, જીમમાં કસરત કરતી વખતે આપણે વધારે સ્ટેમિનાની જરૂર હોય છે. પરંતુ, કેટલાક ખાદ્ય પદાર્થો તમારા શરીરના સ્ટેમિનાને અસર કરે છે. જેનાથી રોગ પ્રતિકારક શકિત ઓછી થવા લાગે છે અને તેની ઉંધી અસર થવા લાગે છે.

સૌથી પહેલા તો જીમ જતા પહેલા એ વાત નક્કિ કરી લો કે તમારી સોફટ ડ્રિન્કનો ઉપયોગ કરવાનો નથી. કારણ કે સોફટ ડ્રિન્કમાં કેટલાક એવા તત્વો હોય છે જે આપણા સ્ટેમીનાને નબળુ બનાવે છે. ઉપરાંત ફેટ લેવલ પણ વધારે છે.

કેફિણ અને આલ્કોહોલનો ઉપયોગ પણ જીમ દરમિયાન આપણા સ્વાસ્થ્ય પર અસર કરે છે. તેનાથી પણ સ્ટેમિના ઓછુ થવા લાગે છે. જીમ દરમિયાન જેટલા બને તેટલા હેલ્ધી ફૂડ જેમકે ફાઈબર વાળા ફળ અથવા લીલા શાકભાજી ખાવા જોઈએ.

આ દરમિયાન સફેદ બ્રેડનો પણ ઉપયોગ ન કરવો જોઈએ. તે મેંદામાંથી બને છે અને તેનાથી પાચનક્રિયા બગડે છે. તેનાથી શરીરને ઉર્જા મળતી નથી અને બ્લડ શુગર પણ વધે છે, જે ફાયદાકારક હોતુ નથી. સફેદ બ્રેડમાં પોલીડીમેટીલ્સિલોકસેન હોય છે, જે સ્ટેમિના ઘટાડે છે.

જીમ દરમિયાન લો-નુટ્રિએન્ટ કાર્બો હાઈડ્રેટ વસ્તુઓ જેવી કે કુકીઝ અને પ્રેટજેલ દરરોજ લેવાથી તમારો સ્ટેમિના ઓછો થાય છે. વધારે પડતા એનર્જી બારમાં ફેટ અને શુગર જ હોય છે. તેનુ આ જ કારણ છે કે તેના સેવન પછી તમને ઉર્જા મહેસુસ થાય છે. પરંતુ, તે તમારા શરીરના બ્લડ શુગરને અનિયંત્રીત કરી દે છે. વર્કઆઉટ બાદ તેને ભૂલથી પણ ન ખાતા.

જો તમે વર્ક આઉટ કરીને આવ્યા છો તો મસાલેદાર વસ્તુ ન ખાવી. કારણ કે વર્ક આઉટ બાદ મસાલેદાર વસ્તુ તમારા પેટમાં સમસ્યા ઉભી કરી શકે છે. જ્યારે જંક ફૂડ પણ ન ખાવુ જોઈએ. તેનાથી તમારા શરીર ઉપર ખરાબ અસર પડી શકે છે.

(9:21 am IST)