દેશ-વિદેશ
News of Saturday, 8th May 2021

મલેશિયાએ પાકિસ્તાન સહીત અન્ય એશિયાઈ દેશોની યાત્રા પર પ્રતિબંધ લગાવ્યો

નવી દિલ્હી: મલેશિયાએ છેલ્લા થોડાક અઠવાડિયામાં કોવીડ-19ની પરિસ્થિતિમાં વધતા સંક્રમણને ધ્યાનમાં રાખી પાકિસ્તાન સહીત અન્ય એશિયાઈ દેશોની યાત્રા પર પ્રતિબંધ લગાવી દીધો છે. એક સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે મલેશિયાઈ આવ્રજન પ્રશાસને આ સૂચના આઈ હતી શનિવારના રોજ પાકિસ્તાન,બાંગ્લાદેશ,શ્રીલંકા અને નેપાળના નાગરિકોને મલેશિયામાં પ્રવેશ કરવાની અનુમતિ આપવામાં આવી નથી. યાત્રાની મંજૂરી માત્ર રાજનયિક પાસપોર્ટ ધારકો અને અધિકારીઓને જ આપવામાં આવશે. આ પહેલા ગઈ એપ્રિલ 28 ના રોજ મલેશિયાએ ભારતની યાત્રા પર પર પ્રતિબંધ લગાવી દીધો હોવાનું માલુમ પડી રહ્યું છે.

(5:46 pm IST)