દેશ-વિદેશ
News of Saturday, 8th May 2021

યરૂશલમમાં ફિલીસ્તીનીઓ અને ઇઝરાયલી સુરક્ષાબળો વચ્ચે થયેલ સંઘર્ષમાં 200થી વધુ લોકો ઈજાગ્રસ્ત

નવી દિલ્હી:યરૂશલમમાં ફિલીસ્તીનીઓ અને ઇઝરાયલી સુરક્ષાબળો વચ્ચે ચાલી રહેલ સંઘર્ષમાં 200થી વધુ લોકોને ગંભીર રીતે ઇજા પહોંચી હોવાનું માલુમ પડી રહ્યું છે. અધિકારીઓદ્વારા આ વાતની જાણકરી આજ રોજ મળી રહી છે. ફિલીસ્તીની રેડ ક્રિસેંટએ ઘાયલોની સંખ્યા 205 જણાવી છે,જેમાંથી 88ને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. જેમાંથી ઘણા લોકો રબરની ગોળીઓની ઝપેટમાં પણ આવી ગયા છે. ઇઝરાયલી પોલીસના કહેવા મુજબ 17 અધિકારીઓ ઈજાગ્રસ્ત થયા છે જેમાંથી લગભગ અડધા  અધિકારીઓને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

(5:43 pm IST)