દેશ-વિદેશ
News of Tuesday, 8th May 2018

ટમેટાનો કરો આવી રીતે ઉપયોગ

મોટા ભાગે લોકો ટમેટાનો ઉપયોગ શાકથી લઈને સલાડમાં કરે છે. પરંતુ, શું તમે જાણો છો કે આ ઘણી બીમારીઓથી દૂર રાખવામાં મદદરૂપ થાય છે. તેમાં એવા ઘણા ગુણ હોય છે.  જે વિભિન્ન રોગોમાં ફાયદાકારક હોય છે.

તમે વધતા વજનથી હેરાન છો. તો તમે દરરોજ સવાર-સાંજ એક ગ્લાસ ટમેટાનો રસ પીવો. જો તમને 'વા' છે તો તેના માટે પણ ટમેટા ઉપયોગી છે. ટમેટાને પાચનતંત્ર માટે ખૂબ જ સારૂ ગણવામાં આવે છે.

ટમેટુ પેટ માટે ખૂબ જ ફાયદાકારક છે. ટમેટાના નિયમિત સેવનથી પેટ સાફ રહે છે. પેટમાં રહેલ જંતુનો નાશ કરવા માટે ટમેટાનું સેવન કરવુ. તેના માટે સવારે ખાલી પેટ ટમેટામાં પીસેલ કાળુ મરચુ લગાવીને ખાવું.

(12:11 pm IST)