દેશ-વિદેશ
News of Thursday, 8th April 2021

બ્રાઝિલના સ્વાસ્થ્ય નિષ્ણાતોએ આપી ચેતવણી:દર સપ્તાહે કોરોના વાયરસનો એક નવો સ્ટ્રેન સામે આવી રહ્યો હોવાની માહિતી

નવી દિલ્હી: બ્રાઝીલના ટોચના સ્વાસ્થ્ય નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે બ્રાઝીલ જાપાનની જેમ જ જૈવિક ફૂકુશિમા મહામારીને સહન કરી રહ્યું છે જેમાં દર સપ્તાહે કોરોના વાયરસનો એક નવો સ્ટ્રેન સામે આવી રહ્યો છે. બ્રાઝીલમાં મંગળવારે મોતના એક દિવસના તમામ રેકોર્ડ તૂટી ગયા છે અને 4195 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. અનુમાન અનુસાર જૂલાઈ મહિના સુધીમાં દેશમાં છ લાખ લોકોના મોત થઈ જશે.

          દેશના પૂર્વોત્તર વિસ્તારમાં કોરોના વાયરસ સામે લડી રહેલી ટીમનું ફેબ્રુઆરી મહિના સુધી નેતૃત્વ કરનારા મિગુએલ નિકોલેસિસે કહ્યું કે બ્રાઝીલના રાષ્ટ્રપતિ જૈરે બોલસોનારો દેશના ઈતિહાસમાં સૌથી મોટી માનવીય મહામારી સામે ઝઝૂમી રહ્યા છે. તેમણે કહ્યું કે આ એક પરમાણુ રિએક્ટરની જેમ છે જેમાં ચેન રિએક્શન શરૂ થઈ ગયું છે અને હવે તે નિયંત્રણ બહાર છે. આ જૈવિક ફૂકુશિમા ત્રાસદી જેવું જ છે.

(5:28 pm IST)