દેશ-વિદેશ
News of Thursday, 8th April 2021

કોરોના મહામારી વચ્ચે બાળકોમાં જોવા મળ્યા દુર્લભ લક્ષણ:પરિસ્થિતિ બની ગંભીર

નવી દિલ્હી: કોરોના મહામારી વચ્ચે બાળકોમાં કોરોના સંક્રમણની સાથે દૂર્લભ લક્ષણ એવું સોજો આવવાના કેસમાં વધારો થઈ રહ્યો છે. આશ્ર્ચર્યની વાત એ છે કે બાળકોમાં સંક્રમણનાં લક્ષણો જોવા મળી રહ્યા નથી અને અચાનક સ્થિતિ ગંભીર બની રહી છે.અમેરિકી સ્વાસ્થ્ય સંસ્થા સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (સીડીસી)એ 20 વર્ષ અને તેનાથી ઓછી ઉંમરના 1733 બાળકો પર અભ્યાસ કર્યો છે તેમાં એક ટકા એશિયન હતા.

            વૈજ્ઞાનિકોનું કહેવું છે કે 75 ટકા દર્દીઓને સંક્રમણ બાદ કોઈ જ લક્ષણ દેખાયા નથી પરંતુ બેથી પાંચ સપ્તાહ બાદ તેની હાલત ગંભીર બની જતાં તેમને એમઆઈએસ બાદ દાખલ કરાયા હતા. એમઆઈએસની તકલીફને કારણે બાળકોના હૃદય સહિત અનેક અંગોને નુકસાન થાય છે. જામા પીડિયાટ્રિક્સ જનરલમાં પ્રકાશિત અહેવાલ અનુસાર આવા મહત્તમ બાળકોમાં કાં તો લક્ષણો હોતાં જ નથી અને હોય તો તે અત્યંત હળવા હોય છે.

(5:28 pm IST)