દેશ-વિદેશ
News of Saturday, 8th February 2020

કઝાકસ્તાનમાં સામુહિક હાથાપાઈમાં 8ના મૃત્યુ:40 ગંભીર રીતે ઈજાગ્રસ્ત

નવી દિલ્હી:કઝાકસ્તાનના દક્ષિણી જામબાલ પ્રાંતમાં અઠવાડિયાથી ચાલી રહેલ સામુહિક લડાઈમાં આંઠ લોકોના મૃત્યુ નિપજ્યા છે તેમજ 40 અન્ય લોકોને ગંભીર રીતે ઇજા પહોંચી હોવાનું માલુમ પડી રહ્યું છે. ગૃહ મંત્રાલયદ્વારા વાતની જાણકારી પ્રાપ્ત થઇ રહી છે.

             ગૃહ મંત્રી યેરલાન  તુગૂરંબાયેવે  આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે શુક્રવારના રોજ સાંજના સમયે  થયેલ હાથાપાઈમાં બધા લોકો ચીની મૂળના દુનગન મુસ્લિમ સમુદાયના હતા જેમની વચ્ચે શુક્રવારના રોજ રાતના સમયે ખુબજ લડાઈ થઇ હતી અને તે ઘટનામાં આંઠ લોકોના મૃત્યુ નિપજ્યા છે તેમજ અન્ય 40ને ગંભીર રીતે ઇજા પહોંચી છે.

(5:43 pm IST)