News of Saturday, 8th February 2020
અફઘાનિસ્તાનના પૂર્વી લગમાન પ્રાંતમાં આતંકવાદી સફાયા અભિયાન હેઠળ તાલિબાની કમાંડર સહીત 18 આતંકવાદીઓના મોત

નવી દિલ્હી:અફઘાનિસ્તાનના પૂર્વી લગમાન પ્રણમતાં છેલ્લા બે અઠવાડિયાથી ચાલી રહેલ આતંકવાદી સફાયા અભિયાનમાં તાલિબાની કમાંડર સહીત 18 આતંકવાદીઓના મૃત્યુ નિપજ્યા છે.સેનાએ શનિવારના રોજ એક બયાનમાં આ માહિતી આપી છે.
વધુમાં મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે અલિશિંગ જિલ્લામાં સેનાના અભિયાનમાં તાલિબાનના રેડ યુનિટના કમાંડર મુલલાહ બ્રાડર સહીત 18 આતંકવાદીઓના મૃત્યુ નિપજ્યા છે તેમજ તાલિબાની તરફથી હજુ સુધી તેના પર કોઈ પ્રતિક્રિયા કરવામાં આવી નથી.
(5:43 pm IST)