દેશ-વિદેશ
News of Saturday, 8th February 2020

એન્ટાર્કટિકામાં તાપમાનનો રેકોર્ડ 18.3 ડિગ્રીએ પહોંચ્યો

નવી દિલ્હી: રેકોર્ડ રાખવાની શરુઆત થઈ ત્યારથી આજ સુધીમાં આર્જેન્ટીનાના એન્ટાર્કટીકામાં ગુરુવારે સૌથી ઉષ્ણ દિવસ રહ્યો હતો. સંશોધન કેન્દ્ર એસ્પેરેન્ઝા ખાતે તાપમાન બપોરે 18.3 ડીગ્રી સેલ્સીયસ નોંધાયુ હતું. 1961 પછી સૌથી વધુ તાપમાન છે. 17.5 ડીગ્રી સેલ્સીયસો અગાઉનો રેકોર્ડ 24 માર્ચ, 2015 નોંધાયો હતો.

                    એન્ટાર્કટીકામાં આર્જેન્ટીની 114 વર્ષથી હાજરી છે. તેના ત્યાં કેટલાય વૈજ્ઞાનિક સંશોધન કેન્દ્રો છે. જૂન 1961માં અમલી બનેલી એન્ટાર્કટીકા સંધીમાં પણ તે જોડાયેલું છે. સંધી હેઠળ ખંડના લશ્કરીકરણ પર પ્રતિબંધ છે. ગ્લેસીયર્સ અને ખાસ કરીને એન્ટાર્કટીકાને આઈસશીટ પીગળવાના કારણે દરિયાની સપાટી વધી રહી છે અને એથી તટીય મેગાસીટી અને નાના ટાપુ રાષ્ટ્રો પર ખતરો ઉભો થયો છે.

(5:41 pm IST)