દેશ-વિદેશ
News of Saturday, 8th February 2020

માલદિવનાં બીચ પર વિદેશી મહિલા સાથે ગેરવર્તન કરનાર પોલીસ અધિકારીઓની વિડીયો સોશિયલ મીડિયા વાયરલ

નવી દિલ્હી: માલદીવના બીચ પર વિદેશી મહિલા સાથે ગેરવર્તન કરતા પોલીસ અધિકારીઓના વીડિયો અને ફોટો વાયરલ થયા છે. ઘટનામાં ત્રણ પોલીસ અધિકારીઓ બીચ પર બીકિની પહરેલી મહિલાને ઘેરી લઈ તેને કાબૂમાં કરવાનો પ્રયાસ કરતાં જોવા મળ્યા હતા. ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

                 ઘટનાના વીડિયો અને ફોટા વાયરલ આવ્યા બાદ પોલીસ કમિશનરે માફી માંગવી પડી છે. ઉલ્લેખનીય છે કે માલદીવ સુંદર બીચ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે અને અહીં મોટી સંખ્યામાં વિદેશથી પ્રવાસીઓ આવે છે. તેવામાં બીચ પર એક મહિલા નશાની હાલતમાં ફરી રહી હતી. તેને કાબૂમાં કરવા ત્રણ પુરુષ પોલીસ કર્મી તેને બથ ભરીને લઈ જતા જોવા મળે છે.

(5:40 pm IST)