દેશ-વિદેશ
News of Friday, 8th February 2019

૩ મિનિટમાં લગ્ન : પરણવા માટે કોર્ટમાં ગયેલાં, બહાર આવતા સુધીમાં ડિવોર્સ પણ થઇ ગયા

કૂવૈત તા ૮ :  માનવ  સભ્યતામાં જયારથી લગ્નની વ્યવસ્થા શરૂ થઇ ત્યારથી અત્યાર સુધીના ઇતિહાસમૉ  કદાચ સોૈથી ટુંકા કહેવાય એવા લગ્ન હમણાં કૂવૈતમાં થયા. વાત એમ હતી કે યુગલ લગ્ન કરવા માટે  ફેમિલી કોર્ટમાં ગયેલું. ત્યાં રજીસ્ટ્રારની સામે લગ્નમાં વચનો લઇને સહી સિક્કા પતાવ્યા. બધા એક  બીજાને વધાઇઓ આપી રહ્યા હતા અને ઉલ્લાસભેર કોર્ટ રૂમની બહાર નીકળવાન ુંચાલીરહ્યું હતું એવામાં નવીનવેલી  પત્નીનો પગ લથડયો. વેડિંગ ડ્રેસ પગમાં ફસાઇ જતા એમ થયેલું. એ જ વખતે પતિથી બોલાઇ ગયું ''સ્ટુપીડ'' બસ લગ્ન પછીની પહેલી ક્ષણોમાં જ પણ જે વ્યકિત આટલી તોછડી થઇ જાય એવા પતિનો પત્નીએ ત્યાંજ ઉધડો લઇ નાખ્યો. વાતમાં સહેજ વાદવિવાદ વધતાં પત્ની રજીસ્ટ્રાર પાસે પાછી  ફરી . તેણે ત્યાં ને ત્યાં જ તેમના લગ્ન ફોક કરવા અને ડિવોર્સ નોંધવા માટે જીદ પકડી. વાત એટલી નાજુક હતી કે કોર્ટના જજે લગ્ન ફોક રાખવા પડયાં. લગ્નના ચોપડે સહી કર્યાની ત્રણ જ મિનીટમાં છુટુ ંપડી ગયેલું યુગલ કદાચ સોૈથી ઝડપી ડિવોર્સ લેેનાર યુગલ હશે.

લોકલ મીડીયામાં આ વાત ફેલાતાં લોકોમાં જબરા મિશ્ર પ્રતિસાદ નીકળ્યા કેટલાકે પત્નીને સાચી ગણાવી અને કહ્યું કે જે માણસ લગ્નની પવિત્ર્ર પળો વખતે પણ પત્નીને  સન્માનપુર્વક ન રાખી શકે તેની સાથ ે જિંદગી  કેવી રીતે સ્વમાનપુર્વક રહેવાની ? તો બીજી તરફ પત્ની પિડીતોનું કહેવું છે કે તીખા સ્વભાવવાળી પત્નીથી ભાઇનો વહેલો છુટકારો થઇ ગયો. (૩.૧૪)

(3:51 pm IST)