દેશ-વિદેશ
News of Saturday, 8th January 2022

આ તો ગઝબ કહેવાય....માત્ર 10 સેકેન્ડમાં દાંતને સાફ કરી દેશે આ બ્રશ

નવી દિલ્હી: જો તમે સવારે બ્રશ કરવામાં આળસ કરો છો તો લાસ વેગાસમાં ચાલી રહેલો કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક શો તમારા માટે સારા સમાચાર લાવ્યો છે. શોમાં એક ઓટોમેટિક બ્રશ લૉન્ચ કરાયું, આ વાય-બ્રશ માત્ર 10 સેકન્ડમાં તમારા દાંત સારી રીતે સાફ કરવા સક્ષમ છે. તેની સૌથી સારી વાત એ છે કે તમારે બ્રશ કરવા માટે હાથને તકલીફ નહીં આપવી પડે. ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સમાં એક માસ્ક પણ સામેલ છે, જે તમામ રાસાયણિક પ્રદૂષકોને નષ્ટ કરી નાખશે, ઇલેક્ટ્રિક સાઇકલ કે જે એકવાર ચાર્જ કર્યા બાદ 200 માઇલ ચાલશે, હેલ્મેટ કે જે મિનિટોમાં સ્ક્રીન પર બ્રેનનું સ્વાસ્થ્ય જણાવી દેશે અને એક એવી બેટરી કે જે લાઇફટાઇમ ચાલશે.વાય-બ્રશ ફ્રાન્સની ફાસ્ટેશ કંપનીએ 3 વર્ષમાં તૈયાર કર્યું છે. ઘણી વિટ્રો અને ક્લિનિકલ ટ્રાયલ બાદ તેને એપ્રૂવ કરાયું છે. બ્રશમાં 35 હજાર નાયલોન બ્રિસલ્સ છે, જે નાઇલોનમેડ ટેક્નિક પર બનાવાયા છે. જાપાની કંપની ફર્સ્ટ એસેન્ટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી સંચાલિત બેબી સ્લીપ ટ્રેનર લૉન્ચ કર્યું છે. તે તમને જણાવશે કે તમારું બાળક ભૂખ્યું છે, ઊંઘમાં છે, ગુસ્સે છે, કંટાળી ગયું છે કે પછી અસહજ છે.

 

(5:27 pm IST)