News of Friday, 8th January 2021
અમેરિકાના મિયામી શહેરના ડોકટરે પોતાના મૃત્યુ પાછળ કોરોના રસી જવાબદાર હોવાનું જણાવ્યું
નવી દિલ્હી: અમેરિકા (America) ના મિયામી શહેરના ડોક્ટર ગ્રેગરી માઈકલ (Gregory Michael) ના મોત પાછળ તેમના પત્નીએ કોરોના રસી (Corona Vaccine) ફાઈઝર (Pfizer) ને જવાબદાર ઠેરવી છે. અત્રે જણાવવાનું કે ડોક્ટર માઈકલે 18 ડિસેમ્બરના રોજ ફાઈઝરની રસી મૂકાવી હતી અને રસી મૂકાવ્યાના 16 દિવસ બાદ તેમનું મૃત્યુ થઈ ગયું.
ડોક્ટર ગ્રેગરી માઈકલના પત્ની હેઈદી નેકેલમાન(Heidi Neckelmann) એ દાવો કર્યો છે કે રસી મૂકાવતા પહેલા તેમના પતિ સંપૂર્ણ રીતે સ્વસ્થ હતા અને એક્ટિવ હતા. તેમણે કહ્યું કે રસી મૂકાવી તે અગાઉ તેમને કોઈ બીમારી પણ નહતી. પરંતુ રસીકરણ બાદ લોહીમાં રહસ્યમય ગડબડી આવી ગઈ.
(6:29 pm IST)