News of Wednesday, 8th January 2020
આ શખ્સને પોપકોર્ન ખાવું ભારે પડ્યું: કરાવવી પડી ઓપન હાર્ટ સર્જરી
નવી દિલ્હી: બ્રિટેનમાં રહેનાર એક શખ્સને પોપકોર્ન ખાવું ભારે પડ્યું છે આ શખ્સને પોપકોર્ન ખાધા પછી દાંતમાં ખતરનાક ઇન્ફેક્શન થઇ ગયું હતું અને તેના પછી પોતાનો જીવ જોખમમાં મુકાઈ ગયો હતો. ઘણા બધા ઉપકરણોનો ઉપયોગ કર્યા પછી દાંતમાં ફસાયેલ પોપકોર્ન નીકળી રહ્યા ન હતા ત્યાર પછી તેને ઓપન હાર્ટ સર્જરી કરાવવાની નોબત આવી હતી.
મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે એડમના દાંતમાં સપ્ટેબર મહિનામાં પોપકોર્ન અટકાઈ ગયા હતા. જેને કાઢવા માટે એડમે પેન,ટુથપીક અને અન્ય વસ્તુનો ઉપયોગ કરીને તેને કાઢવાનો પ્રયત્ન કરતા તેમને ઇન્ફેક્શન થઇ ગયું હતું। આ કારણોસર તેને ઓપનહાર્ટ સર્જરી કરાવવાની નોબત આવી હતી.
(5:38 pm IST)