News of Wednesday, 8th January 2020
અમેરિકા-બગદાદ વચ્ચે વધી રહેલ તણાવ પછી સિંગાપોર ચીને પણ ગલ્ફ પરની પોતાની ઉડાનો રદ કરી
નવી દિલ્હી: અમેરિકા અને બગદાદ વચ્ચે વધી રહેલા તનાવ સંદર્ભમાં અમેરિકા બાદ હવે સિંગાપોર અને ચીને પણ ગલ્ફ પરની તેની ઉડાનો રદ કરી છે અને આ વિમાનો વૈકલ્પિક ઉડાનો પરથી જશે.
આ ઉપરાંત ઈરાનનો પ્રવાસ નહી કરવા માટે પણ તેના દેશોના નાગરિકોને સૂચના આપવામાં આવી છે. યુરોપના દેશોએ તેની એરલાઈનને આ રૂટ પર ઉડવામાં સાવધાની રાખવાની સૂચના આપવામાં આવી છે. ભારત પણ હવે આ પ્રકારની સ્થિતિ માટે તૈયાર રહેવા તેની એરલાઈનને જણાવ્યું છે.
(5:36 pm IST)