દેશ-વિદેશ
News of Wednesday, 8th January 2020

૨૭૬ કિલોની બ્લુફિન ટુના માછલી ૧૩.૨૪ કરોડમાં વેચાઈ

વિનેગર મિશ્રિત ભાત સાથે ફળ, શાકભાજી અને સીફૂડ ભેગાં કરીને બનાવાતી સુશીની વાનગીઓ માટે જપાન મશહૂર છે. ટોકયોમાં એવી વિખ્યાત સુશી રેસ્ટોરાં ધરાવતા કિયોશી કિમુરા સીફૂડમાં જાણીતી ટુના માછલીની વાનગી પીરસવા માટે પણ જાણીતા છે. 'સુશીઝાનમાઇ'ચેઇન ઓફ રેસ્ટોરાંનું સંચાલન કરતી કંપનીના માલિક કિયોશી કિમુરા ૧ જાન્યુઆરીની વહેલી પરોઢે ટોકયોના મુખ્ય માછલી બજારમાં તાજી પકડાયેલી માછલીઓના લિલામમાં પહોંચ્યા હતા. એ હરાજીમાં તેમણે ૨૭૬ કિલો વજનની બ્લુફિન ટુના માછલી માટે અંદાજે ૧૩.૨૪ કરોડ રૂપિયા ચૂકવ્યા હતા.  નવા વર્ષમાં સૌપ્રથમ ટુના માછલીના ઓકશનમાં અધધધ ભાવે માછલી ખરીદવા, એમાંથી અવનવી વાનગી બનાવવા અને પોતાની રેસ્ટોરાંમાં પીરસવા માટે કિયોશી કિમુરા ફેમસ છે અને એટલે ટોકયોમાં તેમને 'ટુના કિંગ'ના હુલામણા નામે ઓળખવામાં આવે છે.

(4:03 pm IST)