દેશ-વિદેશ
News of Wednesday, 8th January 2020

મેકિસકોની જેલમાં સોકર મેચ રમાઈ, પરંતુ એ એવી લોહિયાળ બની જેમાં ૧૬ જણે જીવ ગુમાવ્યા

લંડન,તા.૮:જેલમાં કેદીઓ વચ્ચે ભાઈચારો અને સદ્ભાવના વિકસે એ માટે જાતજાતની પ્રવૃત્ત્િ।ઓ કરાવવામાં આવે છે. જોકે મેકિસકોની જેલોના ખૂનખાર કેદીઓ વચ્ચે તો રમતગમતની પ્રવૃત્ત્િ।ઓ પણ લોહિયાળ બની જાય છે. આ વર્ષે ૩૧ ડિસેમ્બરે મેકિસકોની જેલમાં કેદીઓની બે ટીમ વચ્ચે યોજાયેલી ફ્રેન્ડ્લી સોકર મેચમાં પણ એવું જ બન્યું. મેચ દરમ્યાન સામસામા ગોળીબારમાં ૧૬ જણ માર્યા ગયા હતા. મેકિસકોના ઝકાતેકાસ પ્રાંતની મીડિયમ સિકયોરિટી ધરાવતી સિનેગિલાસ જેલમાં ૬ ડ્રગ પેડલર ગેન્ગ્સના સેંકડો ખૂંખાર અને ખતરનાક કેદીઓ છે.

જેલના અધિકારીઓએ વિરોધી ગેન્ગ્સ વચ્ચે વૈમનસ્ય અને દુશ્મનાવટ દ્યટાડવાના ઉદ્દેશથી લોસ ઝેટાસ અને ગલ્ફ કાર્ટેલ નામની બે ટીમ વચ્ચે સોકર મેચ યોજી હતી. એ મેચે રમખાણનું સ્વરૂપ ધારણ કર્યું અને છરી-ચપ્પુ, હથોડા અને પિસ્તોલ વડે હિંસામાં ૧૬ જણ માર્યા ગયા. સારા ઉદ્દેશથી શરૂ થયેલી એ રમતે એવું રમખાણનું સ્વરૂપ પકડ્યું કે પરિસ્થિતિને ટાઢી પાડતાં જેલના અધિકારીઓને ત્રણ કલાક લાગ્યા હતા.

(4:03 pm IST)