દેશ-વિદેશ
News of Wednesday, 8th January 2020

અન્ય લોકોની મદદ કરવાથી વય વધે

મૃત્યુના ખતરાને રર ટકા ઘટાડી શકાય છે : ડિપ્રેશનની સપાટીને નોંધપાત્ર રીતે ઘટાડી શકાય છે તથા બીજાની મદદથી સંતોષની લાગણી મળે છે : અભ્યાસ

ન્યૂયોર્ક,તા. ૮: લાંબા આયુષ્ય માટે અન્ય લોકોની મદદ પણ ઉપયોગી સાબિત થાય છે. હાલમાં જ અભ્યાસમાં પણઆ બાબત હવે સાબિત થઈ ચૂકી છે. બીએમસી પબ્લિક હેલ્થમાં પ્રકાશિત અહેવાલમાં આ મુજબની વાત કરવામાં આવી છે. યુનિવર્સિટી ઓફ એક્સેટર મેડીકલ સ્કૂલમાં સંશોધકો દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે જેલોકો અન્ય લોકોની મદદ કરે છે તે લોકો વધારે લાંબાસમય સુધી આયુષ્ય ધરાવે છે અને જીવે છે. ૪૦ પ્રકાશિત અભ્યાસોમાંથી ડેટાની ચકાસણી કરવામાં આવ્યા બાદ સંશોધકો આ તારણ ઉપર પહોંચ્યા છે. આમા જણાવવામાં આવ્યું છે કે અન્યો માટે સમય કાઢનાર લોકોમાં મોતનો ખતરો ૨૨ ટકા સુધી ઘટી જાય છે. આ ઉપરાંત ડિપ્રેશનની શક્યતા પણ ખૂબ ઓછી થઈ જાય છે. સાથે સાથે જીવનમાં સંતોષની લાગણી મળે છે તે જે ખૂબ જ ફળદાયી સાબિત થઈ શકે છે. અન્યોની મદદ નહીં કરનાર લોકોની સરખામણીમાં અન્ય માટે સમય કાઢનાર લોકો વધારે સંતોષ ધરાવે છે. નાણાંકીય યોગદાનનું આમા કોઈ મહત્વ રહેલું નથી. અભ્યાસના ભાગરૂપે સામેલ થયેલા લોકોએ ઘણા સમય સુધી લોકોના વલણ ઉપર નજર રાખી હતી. સ્વૈચ્છિક લોકો ઘરેથી બહાર નીકળ્યા હતા અને અન્યોની મદદમાં સક્રિય થયા હતા. આના કારણે તેમની શારિરીક અને માનસિક આરોગ્યની સ્થિતિમાં સુધાર થયો હતો. અન્યોની મદદ નહીં કરનાર લોકોમાં આ પ્રકારના લક્ષણો દેખાયા નથી. આ અભ્યાસના તારણો એવા લોકો માટે રાહત સમાન છે જે જુદી જુદી સંસ્થાઓના ભાગરૂપે સામાન્ય લોકોની સેવામાં લાગેલા છે. બોજ તરીકે અન્યોની મદદને ન ગણવા આમા કહેવામાં આવ્યું છે. બીજાની મદદ કરીને લાંબા આયુષ્યને આમંત્રણ આપી શકાય છે તેવો દાવો અભ્યાસમાં કરાયો છે.

(4:02 pm IST)