દેશ-વિદેશ
News of Saturday, 7th December 2019

લેસ્બિયન કપલે જન્મ આપ્યો બે ગર્ભમાં ઉછર્યું હોય એવા બાળકને

લંડન,તા.૭: બ્રિટનમાં રહેતી લેસ્બિયન જોડી જાસ્મિન અને ડોના ફ્રાન્સિસ સ્મિથના દ્યરે બે મહિના પહેલાં ઓટિસ નામના દીકરાનો જન્મ થયો. બાળકનો જન્મ માતા અને પિતાના અંડબીજ ને સ્પર્મ દ્વારા થતો હોય છે, પરંતુ જયારે સજાતીય યુગલ બાળક મેળવવા ઇચ્છે ત્યારે તેમને વિજાતીય વ્યકિતના સ્પર્મ અથવા અંડબીજની જરૂર પડે છે અને યુગલમાંથી કોઈ એક જ વ્યકિતના અંડબીજ વપરાય છે અને મા બનવાનું સુખ અને અનુભૂતિ માત્ર એક જ વ્યકિતને મળે છે. આ માટે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશનની ક્રિયા થાય. જોકે સ્વિસ ટેકનાઙ્ખલાઙ્ખજી કંપનીએ લંડનની હાઙ્ખસ્પિટલમાં એક એવો પ્રયોગ થયો જેમાં જન્મ લેનાર બાળકને એક જ નહીં, બન્ને માતાની કૂખનો અનુભવ મળે અને બન્ને મહિલાઓને મા બનવાનો સંતોષ મળે. જાસ્મિન અને ડોનાએ આ પદ્ઘતિ દ્વારા ઓટિસને પેદા કર્યો હતો અને એનાથી બન્ને જણ મા બનવાની ખુશી અનુભવી રહ્યા છે. નવી પદ્ઘતિને વિવો નઙ્ખચરલ ફર્ટિલાઇઝેશન કહેવાય છે. એમાં ભ્રૂણને લેબોરેટરીમાં ફલિત કર્યા બાદ સેવવાની પ્રક્રિયા લેબોરેટરીમાં નહીં, પરંતુ માની કૂખમાં કરવામાં આવે છે. એ માટે ફલિત અંશોને એક કેપ્સ્યૂલમાં ભરીને એક માના ગર્ભાશયમાં મૂકવામાં આવે.

એ થોડાક દિવસ સુધી અંદર સેવાય એ પછીથી કેપ્સ્યૂલ કાઢીને એમાંથી ભ્રૂણને એ માની કૂખમાં ઇમ્પ્લાન્ટ કરવામાં આવે છે જયાં એ નવ મહિના માટે પોષણ પામે છે. જાસ્મિન અને ડોના બ્રિટનનું પહેલું એવું સજાતીય યુગલ છે જેમણે બે ગર્ભાશયમાં ઉછેરેલું હોય એવા બાળકને જન્મ આપ્યો છે. આ પહેલાં ૨૦૧૮માં અમેરિકાના ટેકસસના એશ્લી અને બ્લિસ કોલ્ટર નામના સજાતીય યુગલે પણ આ જ રીતે બે ગર્ભાશયમાં ઉછેરલા બાળકને જન્મ આપ્યો હતો.

(3:49 pm IST)