દેશ-વિદેશ
News of Saturday, 7th December 2019

દેડકા અને ઉંદરની અનોખી દોસ્તી

જાકાર્તા,તા.૭: વન્યસૃષ્ટિમાં કયારેક એવી-એવી દ્યટનાઓ દ્યટે છે જે કુદરતના ક્રમથી વિરુદ્ઘ હોય છે. ઇન્ડોનેશિયાના જકાર્તામાં ટાન્ટો યેન્સેન નામના એક ફોટોગ્રાફરે આવી જ એક દ્યટનાને ફોટોમાં કેદ કરી લીધી છે. સામાન્ય રીતે દેડકાંનો મનભાવન ખોરાક નાનાં ઉંદરો અને જીવડાં હોય છે. ટાન્ટો અમસ્તો જ ફરી રહ્યો હતો ત્યારે તેણે દેડકાંની સામે એક સફેદ ઉંદર આવી પહોંચેલો જોયો. તેને લાગ્યું કે આ એન્કાઉન્ટરને તો કેચ કરવું જ જોઈએ. તેના કેમેરા સાબદા થઈ ગયા, પણ દેડકા અને ઉંદર વચ્ચે શિકાર અને બચાવ જેવી કોઈ અફરાતફરી થઈ જ નહીં.

દેડકો બહુ શાંતિથી ઉંદર સામે જોતો રહ્યો અને બન્ને વચ્ચે જાણે ગહેરી દોસ્તી હોય એમ એકબીજાને ચાટીને અને સૂંદ્યીને બન્ને કયાંય સુધી રમતાં રહ્યાં. ફોટોગ્રાફરે લાગેલું કે કદાચ છેલ્લે ઉંદરનો શિકાર થઈ જશે, પણ એવું થયું નહીં.

(3:48 pm IST)