દેશ-વિદેશ
News of Saturday, 7th December 2019

પતિને બહાર દારૂ પીવા જતો રોકવા પત્નીએ ઘરમાં જ પબ શરૂ કર્યું

લંડન,તા.૭: દ્યણી વાર આખા દિવસના કામનો ભાર ઉતારવા માટે મિત્રો સાથે બેસીને એકાદ-બે પેગ શરાબ પીવાથી તાજગી વર્તાતી હોય છે, પણ જો પતિદેવ રોજ અને મોટા ભાગનો સમય દારૂ પીવાના બહાને દ્યરની બહાર નીકળી જાય અથવા તો મોડા આવે ત્યારે દ્યરમાં ધમાલ અચૂક થાય. જોકે આનો પણ અનોખો ઉકેલ એક સ્માર્ટ પત્નીએ શોધી કાઢ્યો છે. શરાબ પીવા માટે રોજેરોજ બહાનાં કરીને જતા ઇંગ્લેન્ડના ડેવોન રાજયના ન્યુટન અબોટ વિસ્તારના એન્જિનિયર પોલ ટેપરથી કંટાળીને તેની પત્ની જેને દ્યરના વરંડામાં જ એક નાનું પબ બનાવી દીધું. દ્યરના વરંડામાં પબ બનાવવાને કારણે હવે તેનો પતિ દ્યરે પણ રહેવા લાગ્યો છે તેમ જ તેમને આવક પણ થવા માંડી છે.

નર્સ તરીકે કામ કરતી ત્રણ બાળકોની માતા જેન કહે છે કે 'ઇન ધ ડોગહાઉસ' નામનું આ પબ શરૂ કર્યા બાદ જીવવાને નવો વળાંક મળ્યો છે. પબનો ઉપયોગ વીક-એન્ડમાં પાર્ટીઓ કરવા કરી શકાય છે અને હવે પોલ પણ દ્યરે રહીને એન્જોય કરી શકે છે.

(3:48 pm IST)