દેશ-વિદેશ
News of Friday, 7th December 2018

આને કહેવાય નસીબ... મહિલા ઘરેથી કોબીજ ખરીદવા નીકળી : ૨૫ મિનિટમાં જ બની ગઇ કરોડપતિ

ભગવાન આપવા બેસે છે ત્યારે છાપરૂ ફાડીને વરસાદ કરે છે

ન્યુયોર્ક તા. ૭ : કહે છે કે જયારે પણ ભગવાને આપવા બેસે છે ત્યારે છાપરું ફાડીને વરસાદ કરે છે. આવું જ કઈંક અમેરિકાના મેરિલેન્ડમાં રહેનારી વેનેસા વાર્ડ સાથે થયું. વેનેસા ઘરેથી કોબીજ લેવા માટે માર્કેટ ગઈ હતી. પરંતુ રસ્તામાં તેણે લોટરીની ટિકિટ જોવા મળી અને તેને પોતાનું ભાગ્ય અજમાવવાનું મન થઈ ગયું. આ વિચારીને તેણે એક ટિકિટ લઈ લીધી. ટિકિટ લઈને તે જયારે ઘરે આવી અને ટિકિટ સ્ક્રેચ કરી તો તે સ્તબ્ધ થઈ ગઈ. વેનેસાએ જોયું કે લોટરીની ટિકિટથી તેણે ૨,૨૫,૦૦૦ ડોલર જીત્યા હતાં.

લોટરી જીતતા જ વેનેસાએ વજીર્નિયા લોટરીને જણાવ્યું કે તેણે ૨,૨૫૦૦૦ ડોલરની લોટરી જીતી છે. જેને લઈને તે ખુબ જ ખુશ છે. વેનેસાએ જણાવ્યું કે તેના પિતાએ તેને કોબીજ લેવા માટે બજાર મોકલી હતી. જયાં તેણે સ્પિન સ્ક્રેચ ઓફ ટિકિટ જોઈ અને ભાગ્ય અજમાવવાનું તેને મન થયું. આથી તેણે લોટરીની ટિકિટ લઈ લીધી. લોટરી લઈને જયારે તે ઘરે પહોંચી અને સ્ક્રેચ કર્યું તો તે દંગ રહી ગઈ. ત્યારબાદ તેણે તરત જ વજીર્નિયા લોટરીને ફોન કર્યો અને સૂચના આપી.

વેનેસાએ જણાવ્યું કે લોટરીમાં મળેલી રકમ તે પોતાના રિટાયરમેન્ટ માટે સુરક્ષિત રાખવા માંગે છે. આ ઉપરાંત આ રકમની મદદથી તે ડિઝની વર્લ્ડ પણ ફરવાનું સપનું સાકાર કરવા માંગે છે. અત્રે જણાવવાનું કે વેનેસા ઉપરાંત જુલાઈમાં પણ એક યુવકે લોટરીમાં ખુબ મોટી રકમ જીતી હતી. જો કે આ યુવક કોણ હતો તેની કોઈ જાણકારી મળી નહતી. પરંતુ વેનેસાએ પોતાની લોટરી ટિકિટ અંગે જાહેરાત કરીને જણાવ્યું કે તે ૨,૨૫,૦૦૦ ડોલરની લોટરીની ટિકિટ જીતી છે.(૨૧.૨૬)

(5:50 pm IST)