દેશ-વિદેશ
News of Friday, 7th December 2018

જાતે જ પોતાના ચહેરા પર ધોલધપાટ કરીને પતિને હિંસાના કેસમાં જેલભેગો કરી દીધો આ બાઇએ

સીડની તા.૭: ઓસ્ટ્રેલિયામાં રહેતી અસ્મી નામની એક મોરક્કન મહિલાએ પોતાનો પતિ ફૈઝલ મારપીટ કરે છે એવો આરોપ લગાવીને તેને જેલભેગો કરી દીધો હતો. જો કે તેના જ એપાર્ટમેન્ટની લિફટના કેમેરાએ અસ્મીની પોલ ખોલી નાખી હતી.

ફૈઝલે મુસ્લિમ ડેટિંગ દ્વારા અસ્મી નામની આ મહિલા સાથે એપ્રિલ મહિનામાં લગન કર્યાં હતા. જો કે લગનના થોડા જ સમયમાં અસ્મીએ મૂળ રંગ બતાવવા માંડયો. આખરે ફૈઝલને ખબર પડી ગઇ કે અસ્મીએ માત્ર ઓેસ્ટ્રેલિયાના વિઝા મેળવવા માટે થઇને તેની સાથે લગ્ન કર્યાં હતા. જયારે અસ્મીને ખબર પાડી કે ફૈઝલ હકીકત જાણી ચૂકયો છે એટલે તેણે પતિને ફસાવવાનો પ્લાન કર્યો. એક રાતે તે ઘરની બહાર નિકળી અને ચહેરા પર જોરદાર મારપીટનાં નિશાનો સાથે પાછી આવી અને પોલીસને ફોન કર્યો. પોલીસ સામે તેણે પોતે બિચારી-બાપડી છે એવો દેખાડો કર્યો અને હિંસાના પુરાવા હોવાથી પોલીસ તેને પકડી ગઇ. ફૈઝલે વકીલ રોકયો અને વકીલે પોલીસની મદદથી તેના એપાર્ટમેન્ટમાં લાગેલા સિસિટીવી કેમેરાનાં ફુટેજ કઢાવ્યાં. એમાં એક ફુટેજ લિફટનું પણ હતું. લિફટમાં અસ્મી પોતાના ચહેરા પર જાતે જ જોરજોરથી પંચ મારતી હોય એવું જોવા મળ્યું. આટલો પુરાવો ફેઝલને નિર્દોષ સાબિત કરવા માટે પુરો હતો. પોલીસે જયારે અસ્મીને પકડવા ગઇ ત્યારે તે ઘરમાંથી ફરાર થઇ ગઇ.  આમ, પત્નીનો પોતાનો જ દાવ ઊંધો પડી ગયો.(૧.૨)

 

(10:08 am IST)