દેશ-વિદેશ
News of Thursday, 6th December 2018

સૌથી સારી કંપની ર૦૧૯ ની યાદીમાં ફેસબુક ૭મા સ્‍થાને : ગત વર્ષે ટોચ પર હતી

જોબ સાઇટ ‘‘ગ્‍લાસડોર'' ના જણાવ્‍યા પ્રમાણે અમેરિકામાં કામ કરવા માટેની ર૦૧૯ ની સૌથી સારી કંપનીની યાદીમાં ફેસબુક ૭મા સ્‍થાન પર છે. જયારે ગત વર્ષે ટોચ પર હતી. યાદીમાં મેનેજમેન્‍ટ કન્‍સલ્‍ટીંગ ફર્મ બેન એંડ કંપની પ્રથમ, ગુગલ ૮ મા સ્‍થાન પર, માઇક્રોસોફટ ૩૪મા સ્‍થાન પર અને એપલ ૭૧મા સ્‍થાન પર હતી, જયારે એમેઝોન ટોચની ૧૦૦ ની યાદીમાં બહાર થઇ ગઇ.

(10:42 pm IST)