દેશ-વિદેશ
News of Thursday, 6th December 2018

પ્લાસ્ટિક પ્રદૂષણથી સમુદ્રી જીવ આફતમાં

નવી દિલ્હી: પ્લાસ્ટિક પ્રદૂષણના કારણે બધા સમુદ્રી જીવનું જીવન જોખમમાં મુકાઈ ગયું છે વૈજ્ઞાનિકો દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ત્રણ મહાસાગરોમાં સાત પ્રજાતિઓના 100થી વધુ સમુદ્રી કાચબાના પરીક્ષણમાં દરેક કાચબામાં માઇક્રોપાલસ્ટિકનો ખુલાસો થયો છે સમુદ્રનું આ પ્લાસ્ટિક સમુદ્રી જીવ માટે જીવલેણ પણ સાબિત થઇ શકે છે.તેની સીધી અસર સમુદ્રી જીવ પર જોવા મળે છે આ કારણોસર માછલીઓની પ્રજાતિઓ પણ ઘટતી જોવા મળી રહી છે.પર્યાવરણ અને વૈજ્ઞાનિકો માટે આ ચિંતાનો વિષય બની ગયો છે.

 

(6:12 pm IST)