News of Thursday, 6th December 2018
27 ફૂટ લાંબા અજગરની ઝપેટમાં માછીમાર આવ્યો
નવી દિલ્હી: ઇંડોનેશિયામાં માછીમારો દ્વારા કરવામાં આવેલ દૈત્યકાર અજગરને પકડવાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખુબજ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે જેને જોઈને સહુ કોઈના શ્વાસ અટકી જાય તેમ છે વીડિયોમાં જોવામાં આવી રહ્યું છે કે અજગરને પકડવા માટે માછીમાર ખુબજ મહેનત કરે છે પોતાની જાતને બચાવવા માટે અજગર માછીમારના પગમાં લપેતાય ગયો હતો અને કલાકો સુધી તેના પગને પકડી રાખે છે પરંતુ અન્ય માછીમારોએ આ દ્રશ્ય જોતા તેને નજીક આવીને આ માછીમારને આ અગજરની ચુંગાલમાંથી બચાવ્યો છે.
(6:11 pm IST)