દેશ-વિદેશ
News of Thursday, 6th December 2018

ગર્લ્સ, ઊંઘ નથી આવતી ? તો ડોગી પાળીને સાથે સુવડાવો

અમેરિકાની અડધાથી વધુ મહિલાઓ પથારીમાં ડોગી સાથે સૂવાનું પસંદ કરે છે. લગભગ ત્રીજા ભાગની મહિલાઓ સૂતી વખતે બિલાડી સાથે રાખે છે

ન્યુયોર્ક તા.૬: અમેરિકાની કેનિસિયસ કોલેજે કરેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે અમેરિકાની અડધાથી વધુ મહિલાઓ પથારીમાં ડોગી સાથે સૂવાનું પસંદ કરે છે. લગભગ ત્રીજા ભાગની મહિલાઓ સૂતી વખતે બિલાડી સાથે રાખે છે.

લગભગ ૫૭ ટકા મહિલાઓ બીજી કોઇ વ્યકિતની બાજુમાં સૂવાનું પ્રિફર કરે છે. સંશોધન માટે સ્ત્રીઓની આદતો અને પસંદગી પૂછવામાં આવી હતી અને એમાં જાણવા મળ્યું હતું કે જે મહિલાઓ પથારીમાં બિલાડી કે ડોગીને સાથે રાખીને સૂઇ જાય છે તેઓ આખી રાત ખલેલ વિનાની નિંદર માણી શકે છે એટલું જ નહીં, ડોગી સાથે સૂનારી મહિલાઓ સવારે વહેલી પણ ઊઠી શકે છે અને ઊઠે ત્યારે ફ્રેશનેસ અનુભવતી હોય છે.

જેપનીઝ રિસર્ચરોનું કહેવું છે કે જેમને પ્રાણીઓ માટે પ્રેમ હોય છે એવા લોકો જયારે ડોગીની આંખમાં આંખ પરોવીને જુએ છે ત્યારે બંન્નેના શરીરની અંદર વહાલની અભિવ્યકિત સમો ઓકિસટોસિન હોર્મોન ઝરવા લાગે છે. આ હોર્મોન્સની સ્મેલ ડોગીઓ પારખી શકે છે અને એને કારણે માલિકની સાથે ખૂબ પ્રેમથી ઊછરતા પપીના બોડીમાં ૧૩૦ ટકા વધુ ઓકિસટોસિન લેવલ પેદા થાય છે. અમેરિકન સર્વે મુજબ સ્ત્રીઓ પાર્ટનર સાથે સૂવાનું હોય ત્યારે પોઝિશન કમ્ફર્ટેબલ ન હોવાને કારણે રિલેકસ થઇને સૂઇ નથી શકતી. ઊંઘવામાં તકલીફ પડતી હોય એવી સ્ત્રીઓએ ડોગીઝને બેડ પર આળોટવા દેવા જોઇએ.(૧.૨૧)

(4:06 pm IST)