દેશ-વિદેશ
News of Thursday, 6th December 2018

વોટ્સએપે વોઇસ મેસેજ સાંભળવાનું અને ગ્રુપ-કોલ સરળ બને એવાં ફીચર ઉમેર્યાં

નવી દિલ્હી તા. ૬: વિશ્વની સૌથી ફેમસ મેસેજિંગ એપ વોટ્સએપે એન્ડ્રોઇડ બીટા યુઝર્સ માટે બે નવાં ફીચર્સ તૈયાર કર્યા છે. પહેલા ફીચરમાં યુઝર્સ વોઇસ મેસેજને એક ક્રમમાં સાંભળી શકશે. બીજું ફીચર યુઝર્સને ગ્રુપ-કોલ કરવામાં પહેલાં કરતાં સરળતા પડે એવું છે. ગ્રુપ-કોલ માટે હવે વોટ્સએપ પર ખાસ આઇકન મળશે જેનાથી એક કરતાં વધુ લોકોને કોલમાં એડ કરવાનું સરળ બનશે.

વોઇસ મેસેજ એક સાથે ડાઉનલોડ થઇને એ જે સીકવન્સમાં રિસીવ થયા છે એ મુજબ સંભળાય એ માટે કન્સીકયુટિવ વોઇસ મેસેજિસ ફીચર છે. પહેલાં દરેક મેસેજને અલગ-અલગ કિલક કરીને સાંભળવા પડતા હતા, પરંતુ હવે સીકવન્સ મુજબ એક પછી એક મેસેજ પ્લે થવા લાગશે. ગ્રુપ-કોલ શોર્ટકટ ફીચરમાં એક બટન દબાવવાથી ગ્રુપના તમામ મેમ્બર્સનું લિસ્ટ સામે આવશે એ પછી યુઝરે માત્ર વિડિયો કે ઓડિયો કોલ એમ એક જ બટન સિલેકટ કરવાથી તમામને એક સાથે ફોન જશે. આ ફીચર્સ યુઝ કરવા માટે સૌથી પહેલાં સેટિંગમાં જઇને બન્ને ફીચર્સ ઓન કરવાં પડશે. (૭.ર૦)

 

(4:05 pm IST)