દેશ-વિદેશ
News of Thursday, 6th December 2018

કાકડીની છાલને ફેંકતા નહિં, તેનો પણ કરો ઉપયોગ

કાકડી તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. સામાન્ય રીતે કાકડી ખાઈને આપણે તેની છાલને ફેંકી દઈએ છીએ. પરંતુ, હવે કાકડીની છાલને ફેંકી ન દેતા, કારણ કે કાકડીની છાલથી તમારી ત્વચા સહિત શરીર અનેક લાભ થાય છે.

 કાકડીની છાલમાં વિટામીન હોય છે, જે તમારા શરીરના વિભીન્ન કાર્યો માટે આવશ્યક હોય છે.

 કાકડીની છાલની મદદથી તમે સૌંદર્યમાં પણ નિખાર લાવી શકો છો. તેને સૂકવીને પીસી લો. ત્યારબાદ તેમાં થોડુ લીંબુ અને એલોવેરા જેલ મિકસ કરી તમારી ત્વચા પર લગાવો.

 કાકડીની છાલની મદદથી તમારી ત્વચા પર હળવુ મસાજ પણ કરી શકો છો. કાકડીની છાલ ઘસવાથી તમને ટેનિંગ, સનબર્ન, વગેરેથી સરળતાથી છુટકારો મળે છે.

 જો તમે વધારે સમય કોમ્પ્યુટર પર કામ કરો છો તો છાલ સહિત કાકડીની સ્લાઈસને થોડીવાર માટે તમારી આંખો પર રાખો.

 આંખોની રોશની તેજ કરવા માટે છાલ સહિત કાકડીનું સેવન કરવું જોઇએ.

 

(12:16 pm IST)