દેશ-વિદેશ
News of Monday, 7th October 2019

અફઘાનિસ્તાનમાં હવાઈ હુમલામાં 5 આતંકવાદીને ઠાર

નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં ફરયાબ પ્રાંતના શીરીન તાગબ જિલ્લામાં રવિવારના રોજ સુરક્ષાબળોના હવાઈ હુમલામાં તાલિબાનના એક સ્વયંભૂ જિલ્લા ગવર્નર સહીત પાંચ આતંકવાદીઓના મોત નિપજ્યા છે. ઉતરી વિસ્તારના સૈન્ય પ્રવક્તા મહોમ્મ્દ હનીફ રેજાઈએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  લડાકુ વિમાનોએ સ્થાનિક સમયાનુસાર સવારના 8વાગ્યાને 15 મિનિટ પર એક વાહનને નિશાન બનાવ્યું હતું આ હુમલામાં અશાંત શીરીન તાગબ પ્રાંતના સ્વયંભૂ ગવર્નર નૂર આગા વસીક સહીત પાંચ આતંકવાદીઓના મોત નિપજ્યા છે.

(6:29 pm IST)