દેશ-વિદેશ
News of Monday, 7th October 2019

સમુદ્રમાં ડૂબતા પોલીસકર્મીઓને તસ્કરોએ બચાવ્યા: મળી અનોખી ભેટ: સ્પેનની અજુગતી ઘટના

નવી દિલ્હી: સ્પેનના દક્ષિણી સમુદ્રમાં શુક્રવારના રોજ એક ફિલ્મી દ્રશ્ય જોવા મળી રહ્યું છે અહીંયા એક બોટમાં સવાર ત્રણ સ્પેનિશ ગાર્ડ તસ્કરોની બોટનો પીછો કરી રહ્યા હતા  અને તસ્કરો પોતાની બોટની  સ્પીડથી ભાગી રહ્યા હતા એક જગ્યા પર પહોંચવા પર સ્પેનિશ ગાર્ડની બોટ તસ્કરોની બોટ સાથે  અથડાઈ ગઈ હોવાની માહિતી મળી રહી છે. આ સ્પેનિશ ગાર્ડ સમુદ્રમાં પડી ગયા હતા અને તસ્કરોએ  પોતાની બોટની સ્પીડ વધારી દીધી હતી.

             જયારે આ તસ્કરો બોટની સ્પીડથી જઈ રહ્યા હતા ત્યારે તે બહુ દૂર ભાગી ન શક્ય અને હેલીકૉપટરથી સમુદ્રમાં નજર રાખનાર કોસ્ટ ગાર્ડની ટીમે આ નજારો જોયો અને તેમને આ તસ્કરોને સ્પેનિશ ગાર્ડની મદદ કરવાનું જણાવતા આ તસ્કરોએ તેમની મદદ કરીને આ ત્રણ સ્પેનિશ ગાર્ડનો જીવ બચાવ્યો હતો  આ  ઘટના પછી પોલીસે પહેલા તેમનો આભાર માન્યો પછી આ તસ્કરોની ધરપકડ કરી લીધી હતી આ ઘટનાનો વિડીયો હાલમાં  ખુબજ વાયરલ થઇ રહ્યો છે.

(6:25 pm IST)