દેશ-વિદેશ
News of Monday, 7th October 2019

બાળકોને ફળ આપતી વેળાએ ધ્યાનમાં લેવી આ બાબત

નવી દિલ્હી: ભારત જ નહીં પરંતુ વિદેશોમાં પણ શાકભાજી અને ફળમાં ઈંજેક્શન અને સોઈનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયા રાજ્યમાં તાજેતરમાં જ એવી એક ઘટના સામે  આવી છે જેના વિષે જાણીને સહુ કોઈના હોશ ઉડી જાય. ત્યાં એક દ્રાક્ષના ઝુંડમાં સોઈ મળી આવી હતી અને આ ઘટના પોલીસ સ્ટેશનમાં પહોંચતા પોલીસ વધુ તેની તપાસ કરી રહી છે.

           આ પહેલા અહીંયા સ્ટ્રોબેરીમાં પણ સોઈ મળી આવી હોવાની ઘટના સામે આવી હતી  ગયા વર્ષે ઓસ્ટ્રેલિયામાં સ્ટ્રોબેરી,કેળા,સફરજન અને નાશપતિ જેવા ફળોમાં પણ  આવી જ સોઈ મળી આવી હતી  જે મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરીને વેપારીને યોગ્ય સજા પણ ફટકારી હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

(6:24 pm IST)