દેશ-વિદેશ
News of Monday, 7th October 2019

ઉતરી સીરિયામાં તુર્કી સૈન્ય અભિયાનનો સમાવેશ નહીં કરે અમેરિકા

નવી દિલ્હી: અમેરિકા ઉત્તર સીરિયામાં તુર્કીના સૈન્ય અભિયાનનું સમર્થન નહીં કરે વાઈટ હાઉસે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ અને તુર્કીના રાષ્ટ્રપતિ રેસપ તૈયપ્પ એડોગન વચ્ચે ફોન પર વાતચીત થયા પછી  આ વાતની ઘોષણા કરી હોવાનું માલુમ પડી રહ્યું છે.

                  મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે તુર્કીમાં આવનાર દિવસોમાં ઉતરી સીરિયામાં એક સૈન્ય અભિયાન શરૂ કરવાની યોજના  બનાવી રહ્યા છે આ અભિયાનમાં હેતુ તુર્કીથી જોડાયેલ સીરિયાઈ સીમામાં લડાકુનો સાફ કરવાનો છે અને એક સુરક્ષિત જગ્યા સ્થાપીને સીરિયાઈ શરણાર્થીઓને વસાવવાનો છે. અમેરિકાની સેનાએ આ અભિયાનમાં જોડાવાની મનાઈ કરી દીધી હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:24 pm IST)