દેશ-વિદેશ
News of Monday, 7th October 2019

૧૮મી સદીનો ઇથોપિયાનો રાજમુગટ ૨૧ વર્ષ બાદ મળ્યો

લંડન તા ૭  : ઈથિઁયોપિયોનો રાજમુગટ ૧૯૯૮ ની સાલથી ગાયબ હતો, જે નેધરલેન્ડ્સના રોટરડેમ શહેરમાં રહેતા સિરાફ અસ્ફાએ તાજેતજરમાં ઈથિઁયોપિયોને પાછો આપ્યો હતો. વાત એમ હતી કે, ૧૯૯૮માં એક શરણાર્થી આ ભાઇના એપાર્ટમેન્ટમાં રોકાયો હતો. એ વખતે તેના સામાનમાં એક સુટકેસ હતી, જેમાં આ રાજમુગટ પડી રહ્યો હતો. સોનાનો ઢોળ ચડાવેલા ચાંદીનો મુગટ કયાંનો છે, એજી તપાસ કરવા માટે સિરાફે આર્ટ ડિટેકટિવ આર્થરની મદદ લીધી હતી. તેના કહેવા મુજબ આ ઈથિઁયોપિયોનો રાજમુગટ હતો, જે લગભગ બે દાયકાથી વધુ સમયથી ગાયબ હતો. જયારે સિરાફને એની ખબર પડી ત્યારે તેણે વિચાર્યુ કે, આ તો ચોરીનો માલ કહેવાય, આવો પૈરાણીક મહત્વ ધરાવતો કલાનો નમૂનો એમ જ પોતાની પાસે રાખવા કરતાં જે-તે દેશના કલાસંગ્રહમાં આપી દેવો જ હિતાવહ રહેશે. સિરાફનું કહેવું છે કે કદાચ તેને હજીયે ખબર ન પડત કે આ સુટકેસમાં આવી ધરોહર સમાજ ચીજ પડી છે. જોકે અગત્યના કાગળિયાની શોધખોળ દરમ્યાન તેણે પોતાનું આખુ એપાર્ટમેન્ટ ફંફોરયું હતું અને તેમાં તેને આ સુટકેસ મળી જે પેલા શરણાર્થીની હતી. એમાંથી આ મુગટ નીકળ્યો હતો. ઈથિયોપિયોની કલા સંસ્કૃતિ માટે આ અમૂલ્ય પોૈરાણિક નમૂનો છે.

(3:57 pm IST)