દેશ-વિદેશ
News of Monday, 7th October 2019

પહેલીવાર વિમેન્સ ઓન્લી ટીમ સ્પેસવોક કરશે

ન્યયોર્ક તા ૭  : અમેરિકન સ્પેસ એજન્સી નાસા પહેલી વાર એક પુરૂષ વિનાની માત્ર ૧૫ મહિલાઓની બનેલી ટીમને સ્પેસવોક માટે મોકલી રહી છે. ૨૧ ઓકટોબરે આ ટીમ અલગ અલગ જુથમાં સ્પેસ વોક કરશે. આ પહેલાં પણ નાસાએ આવો પ્રયોગ કરવાનું પ્લાનિંગ કર્યુ હતું, પણ મહિલાઓની યોગ્ય સાઇઝનાં સ્પેસસુટ તૈયાર ન હોવાથી આ પ્લાન મુલત્વી રાખવામાં આવેલો. આ ટીમનું નેતૃત્વ એસ્ટ્રોનોટ ક્રિસ્ટિના કોચ અને જેસિકા મીર કરશે, કેમ કે તેમને બન્નેને સ્પેસમાં રહેવાનો લાંબો અનુભવ છે અને છેલ્લા છ વર્ષથી તેમણે આ ક્ષેત્રની વિશેષ તાલીમ મેળવી છે. ૨૧ ઓકટોબરથી શરૂ થનારી આ સ્પેસવોકની મેરેથોન ડિીસેમ્બર મહીના સુધી ચાલશે. આ દરમ્યાન સ્પેસ સ્ટેશનનું રિપેરીંગ, નવા ઉપકરણોનું ટેસ્ટિંગ અને અપગ્રેડેશન કરવામાં આવશે. પૃથ્વી પર ભલે સ્ત્રી પુરૂષમાં ભેદભાવ હોય, નાસામાં ૫૦ ટકા ફલાઇટ ડિરેકટર્સ મહિલાઓ છે.

(11:38 am IST)