દેશ-વિદેશ
News of Saturday, 7th September 2019

અમેરિકામાં ઈ-સિગરેટ પીવાના કારણોસર 5 લોકો મોતને ભેટ્યા: અન્ય કિશોરો કોમામાં ગયા હોવાની માહિતી

નવી દિલ્હી: અમેરિકામાં ઈ-સિગરેટ પીવાના કારણે થનાર ફેફસાની બીમારીને લઈને ઓછામાં ઓછા પાંચ લોકો મોતને ભેટ્યા છે. અધિકારીઓના સુત્રદ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ફેફસાની બીમારીના કારણે પરેશાન અન્ય કિશોરોની હાલત ખુબજ ગંભીર જણાઈ રહી છે.

        ન્યુયોર્કના શોધકર્તાઓએ  આપેલ માહિતી મુજ્બ વધુમાં જાણવામાં આવી રહ્યું છે કે કાળા બજારમાં ગાંજા આધારિત  ઈ-સિગરેટ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે જેમાં વિટામિન ઈ-ઓયલ હોય છે. ઈ સિગરેટ પીવાના કારણોસર વૃદ્ધ લોકોના સ્વાસ્થ્ય પર પણ તેની અસર પડી શકે છે અને તેના સ્વાસ્થ્યને પણ નુકશાન પહોંચે છે.

(5:32 pm IST)