દેશ-વિદેશ
News of Friday, 7th September 2018

પકડીને પરાણે વહાલ કરવા જતાં કાચબાએ નાક પર બચકું ભરી લીધું

અમેરિકાના મેસેચુસેટ્સ રાજ્યના બર્લિન્ગ્ટન શહેર પાસે માઇકલ ગેન્લી નામના ભાઇ મિત્ર વિકટર સેન્શેઝ સાથે એક તળાવમં માછલીઓ પકડવા ગયા. ત્યાં તેમણે છીછરા પાણીમાં કાચબો તરતો જોયો. પહેલાં તો માઇકલે કાચબાને પોતાના તરફ ખેંચવા એક નાનકડી માછલી પકડી અને કાચબાને બતાવી એટલે આપમેળે એ બહાર ખેંચાઇ આવ્યો. માઇકલની ઇચ્છા હતી કે કાચબાનું હલનચલન કેટલું ધીમું હોય છે એનો વિડિયો તે ઉતારે. વિકટરે કેમેરા ચાલુ કર્યો અને માઇકલે કાચબાને ખુલ્લી જગ્યામાં મૂકવા માટે એને ઊંચકયો. કાચબા પર વહાલ ઉભરાતા માઇકલે એને ર્મોની નજીક લાવીને જોયો. જોકે અચાનક જ કાચબામાં એવી ચપળતા આવી ગઇ કે પલક ફરકે એટલામાં એણે માઇકલના મોં પર બચકું ભરી લીધું. આ વિડિયો પોસ્ટ કરીને વિકટરે લખ્યું છે કે કાચબો દરેક કામમાં સ્લો મોશનમાં જ હોય એવું જરૂરી નથી.

(3:59 pm IST)