દેશ-વિદેશ
News of Friday, 7th September 2018

રોગપ્રતિકારક શકિત ઓછી છે? તો કરો કારેલાનું સેવન

કારેલાને ઔષધિના રૂપમાં ઉપયોગ કરવામાં આવે છે. કારેલા સ્વાદમાં કડવા હોય છે. તેથી મોટા ભાગના લોકોને કારેલા પસંદ હોતા નથી. કારેલા સ્વાદમાં ભલે કડવા હોય, પરંતુ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેથી કારેલાનું સેવન અવશ્ય કરવુ જોઈએ.

કારેલામાં રહેલ ખનીજ અને વિટામીન શરીરમાં રોગપ્રતિકારક શકિત વધારે છે. કારેલામાં પ્રચુર માત્રામાં વિટામીન એ, બી અને સી હોય છે. કારેલાના સેવનથી કેન્સર જેવી બીમારીઓનો સામનો કરી શકાય છે. કારેલામાં કેરોટીન, પોટેશિયમ, ઝિંક, લુટીન, મેગ્નેશ્યિમ જેવા ફલાવોન્વાઈડ પણ હોય છે.

ઘેરા લીલા (ઘાટા) રંગના કારેલામાં ભરપુર માત્રામાં એન્ટી-ઓકિસડેન્ટ અને વિટામીન હોય છે. કારેલાનું શાક અને અથાણુ પણ બનાવી શકાય છે. કારેલાનું સેવન આપણે અનેક રીતે કરી શકીએ છીએ. કારેલાનું જ્યુસ બનાવીને પણ તમે પી શકો છો.

જો તમારી પાચન શકિત કમજોર છે, તો કારેલાનું સેવન કરવાથી પાચનશકિત મજબુત બને છે. કારેલુ ઠંડુ હોય છે. તે ગરમીથી પેદા થયેલ બીમારીઓના ઈલાજ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે.

(10:00 am IST)