દેશ-વિદેશ
News of Friday, 7th August 2020

ખાંસવા-છીંકવાવાળી વ્યક્તિની નજીક રહેવા કરતા પણ વધારે ખતરનાક છે આ જગ્યાઓ પર જવું:વધી શકે છે કોરોનાનો ભય

નવી દિલ્હી: corona સંક્રમિત દર્દીઓનાં ખાંસવા-છીંકવા અથવા જોરથી બોલવાથી વાયરસ તેમના મોઢામાંથી ઝડપથી નીકળે છે. હવે વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે જો કોરોના સંક્રમિત દર્દી ગીત ગાઇ રહ્યો છે. ખાસ કરીને ભીડમાં તો મોટી સંખ્યામાં લોકો તેની ઝપેટમાં આવી શકે છે. બ્રિટનના સાઇંટિફિક એડવાઇઝરી ગ્રુપ ઑફ ઇમરજન્સીના જાણકારોનું કહેવું છે કે સંક્રમિત વ્યક્તિના ગીત ગાવાથી શ્વાસ લેવા અથવા વાત કરવાની તુલનામાં વધુ વાયરસ એરોસોલ રૂપે બહાર આવે છે. જે આસપાસ રહેલા લોકો માટે ખતરનાક છે. વૈજ્ઞાનિકોનું કહેવુ છે કે સંગીતકાર જ્યાં ગીત ગાઇ રહ્યો છે ત્યાં પણ સતર્ક રહેવાની જરૂર છે. શક્ય હોય તો આ પ્રકારના કાર્યક્રમમાં સામલે ન થવુ જોઇએ. દેશમાં કોરોના સંક્રમણના દરરોજ નવા રેકોર્ડ બની રહ્યા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 62,000 કરતા પણ વધારે નવા કેસ સામે આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા અપડેટ પ્રમાણે હવે દેશમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 20 લાખ કરતા પણ વધી ગઈ છે અને તેમાંથી 41,585 લોકો મૃત્યુ પામ્યા છે.

(7:40 pm IST)