દેશ-વિદેશ
News of Friday, 7th August 2020

પીઝાના ટાવરને ટકકર મારે તેવું ''ઢળતુ'' માતૃઋણ મંદિર

ઇટલીનો  પીઝાનો  ટાવર માત્ર ૪ ડિગ્રી નમેલો છે અને વર્લ્ડ હેરીટેજમાં સમાવેશ પામ્યો છે. ત્યારે વારાણસીમાં મણીકર્ણીકા ઘાટ પાસે આવેલ રત્નેશ્વર અથવા તો માતૃઋણ મંદિર ૯ ડિગ્રી નમેલુ છે અને તે પણ મહાન રાજા માનસિંહના સમયથી છે. કમનસીબે આપણે ત્યાં પણ આ મહાન સ્થાપત્યનો ટુરીઝમ નકશામાં પણ સમાવેશ નથી. પીઝા નો ટાવર ૫૪ મીટર ઉંચો છે જયારે આ મંદિર ૭૪ મીટર ઉંચુ હોવાનું કહેવાય છે. ભારત સરકાર આ સ્થાપત્યને વિશ્વ વિખ્યાત ટુરીસ્ટ પ્લેસ ન બનાવી શકે ?  આ મંદિર તારકેશ્વર મહાદેવ મંદિરની સામે આવેલ છે. ૧૭૯૫માં અહલ્યાબાઇ હોલકરે બંધાવેલ. કહેવાય છે કે ભગવાન શીવજીએ અહિં બે મંદિર વચ્ચે ''તારક'' મંત્રોચ્ચાર કરેલ. ૧૮૩૨માં જેમ્સ પ્રીન્સેપે બનારસ (વારાણસી)નું આ સૌથી પવિત્ર સ્થળ તરીકે પ્રખ્યાત હોવાનું વર્ણવેલ છે.(ટવીટરમાંથી)

(12:57 pm IST)