દેશ-વિદેશ
News of Wednesday, 7th July 2021

ઇટલીમાં 1911માં રહસ્યમય રીતે ગૂમ થયેલ ટ્રેનની હજુ સુધી નથી મળી કોઈ માહિતી

નવી દિલ્હી: વર્ષ 1911માં ઈટલી (Italy)માં એક ટ્રેન (Train)રહસ્યમય રીતે ગાયબ થઈ છે જેનો આજ દિન સુધી કોઈ પત્તો નથી. ઈટલી, રુસ, જર્મની અને રોમાનિયાના કેટલાક ભાગોમાં ટ્રેન (Train) જોવા મળી હોવાનો દાવો પણ કરવામાં આવ્યો હતો.

તમે ટ્રેન સાથે સંકળાયેલા અનેક કિસ્સાઓ વિશે સાંભળ્યું હશે, પરંતુ ઈટલીની એક ટ્રેન મુસાફરો સાથે ગાયબ થઈ છે. આજ દિન સુધી ટ્રેન ક્યાં ગઈ છે તે જાણી શકાયું નથી. વર્ષ 1911માં ઈટલીમાં એક ટ્રેન રહસ્યમય રીતે ગાયબ થઈ છે આરહસ્યમય ટ્રેન વિશે કહેવામાં આવે છે કે, તે પહેલા 1840માં મેક્સિકોમાં જોવા મળી હતી. વર્ષ 1911માં જેનેટી (Zanetti) નામની કંપનીની ટ્રેન (Train)તેમના અંતિમ સ્ટેશને પહોંચ્યા પહેલા એક ટનલમાં ગાયબ થઈ હતી. ત્યારબાદ ટ્રેન (Train) વિશે કોઈ સમાચાર નથી.

(5:12 pm IST)